મારી કલમે

મારા સારસ્વત ભાઈ બહેનો , આજે એક દિલની વાત કરતા ખુબ દુખ અનુભવાય છે .આજે માણસ  એટલો બધો સ્વાર્થી થઇ ચુક્યો છે કે તે પોતાની નીચે ભણેલા વિદ્યાર્થી ને કે સહ કર્મચારી ને જીવન માં આગળ વધતો જોઈ શકતો નથી . આ વાત જયારે એક શિક્ષક માટે કહેવાનું થાય ત્યારે મિત્રો આપણાં  માટે ખુબ દુખ ની વાત કહેવાય . ક્યાં પ્રાચીન શિક્ષકો અને ક્યાં આજે આપણે , આપણે ચાણક્ય નું વિધાન તો જડપ થી કોઈને સંભળાવી દેતા હોય છીએ પણ આપણે ક્યારે એ વિધાન ને જીવનમાં ઉતારવાનો સહેજ પણ વિચાર કર્યો છે? આપણે એતો કહીએ છીએ કે " શિક્ષક કભી સાધારણ મનુષ્ય નહિ હૈ " પણ આપણે કદાચ સાધારણ ન હોવાનો બીજોજ અર્થ જીવન માં ઉતાર્યો છે મને નથી જણાતું કે ચાણક્ય ના એ શબ્દ નો આપણે મહાન વ્યક્તિ એવો અર્થ જીવનમાં ઉતાર્યો હોય, સમાજ માં રહેલા આવા શિક્ષકો સાધારણ ન હોવાનો અર્થ કદાચ વિકલાંગ જે માનસિક રીતે છે એવુંજ  કઇક જીવનમાં ઉતારે છે
       ભારત ના મહાન શિલ્પી સમા ગુરુજીઓં આપણે એવાત ને ક્યારેય નહિ ભૂલીયે કે સમાજે આપણને સમાજ સુધારા માટે મુક્યા છે આપણે એટલી હદે સ્વાર્થી ના થઈ જઇયે કે સમાજ તેમના હૃદય કુંજ મા થી  આપણને સદાયને માટે બરતરફ કરીનાખે . સમાજ બદલાયો નથી પણ શિક્ષક બદલાય ગયો  છે. શિક્ષણ આજે વ્યાપારની હાટડી થઇ ચુક્યા છે. શિક્ષક વિદ્ધાનો વેપારી બની ચુક્યો છે . પછી સમાજ પણ ક્યાં મૂર્ખ છે, આજે આપણેજ આપણા પગ પર કુહાડી મારી છે .તો પછી ભોગવવું તો આપડે જ પડેને . હજુ સમય હાથમાં છે માત્ર પ્રયત્ન ની જરૂર છે .

                                                                      જય હિન્દ